It's the World of Sanjay V Shah

Sanjay V Shah

Subscribe to Sanjay V Shah: eMailAlertsEmail Alerts
Get Sanjay V Shah: homepageHomepage mobileMobile rssRSS facebookFacebook twitterTwitter linkedinLinkedIn


Top Stories by Sanjay V Shah

આવ રે વરસાદ હવે તો આવ રે વરસાદ આકાશે ઓઢી લીધાં છે ઢગલો વાદળ આજ વીજળીએ સંભળાવી દીધાં કેટકેટલાં સાજ આવ રે વરસાદ હવે તો... વાત રૂપાળી વાટ અજાણી વળી અનોખું ગામ એક છોકરી અલ્લડ અણઘડ જાદુ એનું કામ અમથું અમથું જોઈને દીધો જનમ જનમનો સાદ આવ રે વરસાદ હવે તો...   મારી આંખને તારી વાતની મીઠી નજરું લાગી રોમરોમથી ધસમસતી જો રૂપની નદીઓ ભાગી દિલના દરિયે પણ જાગ્યો છે પ્રેમનો કેવો નાદ આવ રે વરસાદ હવે તો...   ડગલું ડગ ચૂક્યું છે આજે મતવાલું મન થાતું હું જાતો કે મારી પાછળ છાનું કંઈ રહી જાતું પૂછી પૂછી થાક્યો છું બસ, ચૂપ થા અંતરનાદ આવ રે વરસાદ હવે તો...   તારી પાયલ, તારી વાણી મારામાં મોહરાય હસતી હસતી, રમતી રમતી કેવી કહેતી જાય કહેતી કહેતી, આંખે ભરતી તારી ઝરમર યાદ આવ રે વરસાદ હવે તો... - સંજય વિ. શાહ (ગુજરાતી નાટક આવ રે વરસાદ માટે મેં લખેલું ગીત. આ નાટકનું નિર્માણ મારી નાટ્યસંસ્થા શ્રીનાથજી આર્ટ્સમાં થયેલું. મરાઠીના મહા નાટ્યલેખક વિજય તેંદુલકરના મૂળ... (more)